મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના શાપર ગામ પાસેથી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો.


SHARE







મોરબીના શાપર ગામ પાસેથી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો.

મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાંથી બાઇક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હોય પોલીસે દારૂ અને બાઇક સહિત ૨૧૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તે  શખ્સની સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાંથી બાઈક નંબર જીજે ૧૩ એક્યુ ૮૨૩૦ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હોય પોલીસે ૧૧૨૫ ની કિંમતની દારૂની બોટલો તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૧૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેહુલભાઈ ભરતભાઈ ચાવડા જાતે કોળી (૨૨) રહે. હાલ રંગપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે. 

દેશીદારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં ગિરનારી આશ્રમ પાસે નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૮૦ લીટર આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે ૩૬૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૨૩) રહે. પંચાસર વાળાની પોલીસે ધરપકડ કરેલ છે.






Latest News