તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ભૂલતા નહીં: હળવદમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ લગાવવામાં આવેલ સાંકેતિક હોર્ડીંગ બોર્ડથી રાજકીય ગરમાવો


SHARE











ભૂલતા નહીં: હળવદમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ લગાવવામાં આવેલ સાંકેતિક હોર્ડીંગ બોર્ડથી રાજકીય ગરમાવો

મોરબી જિલ્લાના હળવદની અંદર હાલમાં “ભૂલતા નહીં” લખેલા જે હોર્ડીંગ બોર્ડ લાગેલા છે તેને લઈને રાજકીય ચર્ચા વિચારણાઓ શરૂ થઈ ગઈ છે અને આ સાંકેતિક બોર્ડ શા માટે થઈને લાગ્યા છે તેની ચર્ચાઓ રાજકીય આગેવાનોથી લઈને સામાન્ય નાગરિક સુધી થવા લાગી છે કારણ કે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ માં યોજાયેલ હળવદ ધાંગધ્રા બેઠકની ચૂંટણી અને ત્યાર પછી હાલમાં જે રીતે ટિકિટની વહેંચણી થઈ છે તેને લઈને ક્યાંકને ક્યાંક આ બોર્ડ સાંકેતિક રીતે ચોક્કસ વર્ગ દ્વારા લગાવવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ હળવદ પંથકમાં થઈ રહી છે જોકે, આ બોર્ડ કોને લગાવ્યા છે તેની કાઓઈ માહિતી સામે આવી નથી રંતુ મતદારોમાં જો બોર્ડમાં લખેલા શબ્દો મુજબનો અંડર કરંટ રહેશે તો તે આગામી સમયમાં ભાજપની મુશ્કેલી વધારી શકે છે

મોરબી જિલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જે પૈકીના હળવદ તાલુકાનો સમાવેશ વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા બેઠકમાં થાય છે અને ધાંગધ્રા હળવદ બેઠકના નામથી આ બેઠકને ઓળખવામાં આવે છે જોકે, હળવદનું રાજકારણ મોરબી જિલ્લામાં મહત્વનું હોય હળવદની અંદર થતી ઉથલ પાથલની અસરો ક્યાંકને ક્યાંક સમગ્ર જિલ્લાની બેઠકો ઉપર થાય તેવું કહીએ તો તેમાં શંકા ને કોઈ સ્થાન નથી તેવા સમયે હાલમાં જ્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણે ત્રણ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે તેની સાથો સાથ ધાંગધ્રા હળવદ બેઠકના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે આ સમયે હળવદ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર “ભૂલતા નહીં” લખીને જે હોર્ડીંગ બોર્ડ જુદા જુદા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે તેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે અને છેલ્લા સમયમાં જે કાંઈ રાજકીય પરિસ્થિતિ ઊભી થયેલ છે તેને ધ્યાનમાં રાખીને આ બોર્ડ લગાવવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર હતી અને જે તે સમયવર્ષ ૨૦૧૭ માં પાટીદારને હળવદ ધાંગધ્રા બેઠક ઉપરથી ટિકિટ આપવાના બદલે જે તે સમયે સતવારા સમાજના આગેવાનોને ભાજપની ટિકિટ આપવામાં આવી હતી અને જે તે સમયે પાટીદાર આંદોલનની અસર હોવાના કારણે ભાજપમાંથી જે સતવારા આગેવાનને ટિકિટ આપવામાં આવી હતી તેના તરફે પાટીદાર સમાજમાંથી ઓછું મતદાન થયું હતું જેથી કરીને ભાજપના ઉમેદવારને ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ હાલમાં આ બેઠક ઉપરથી પાટીદાર સમાજના યુવા આગેવાનને ટિકિટ આપવામાં આવી છે ત્યારે સાંકેતિક રીતે જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે કોને ઇસરો કરે છે તેને લઈને અનેક અટકળો અને તર્ક વિતર્ક વિતરક થઈ રહ્યા છે

આટલું જ નહીં પરંતુ વર્ષ ૨૦૧૯ માં જે પેટા ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે કોળી સમાજના જે તે સમયના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય અને ત્યારબાદ ભાજપમાં આવ્યા પછી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારે તે ૩૦૦૦૦ કરતાં વધુ મતની લીડ સાથે આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા તેમ છતાં પણ તેઓની ટિકિટ કાપીને હાલમાં પાટીદાર સમાજને અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોળી સમાજમાંથી પણ સાંકેતિક રીતે આ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે કેમ તેની ચર્ચાઓ થઈ રહી છે જોકે હળવદના જુદા જુદા વિસ્તારોની અંદર “ભૂલતા નહીં” લખીને જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે કઈ બાજુ ઈશારો કરે છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ જો આ બાબત આગામી દિવસોમાં વધુ રંગ પકડે તો સો ટકા ચૂંટણીના પરિણામને ઉથલાવવા માટે મજબૂત કારણ બની શકે તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News