મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

ઝુલતા પુલની ઘટનામાં પકડાયેલા આરોપીના ફર્ધર રિમાન્ડની રિવિઝન અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE







ઝુલતા પુલની ઘટનામાં પકડાયેલા આરોપીના ફર્ધર રિમાન્ડની રિવિઝન અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જો કેઓરેવા ગ્રૂપના બે કર્મચારીના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે ફર્ધર રિમાન્ડની રિવિઝન અરજીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ રિવિઝન અરજીને રદ કરવામાં આવી છે

મોરબીમાં તા ૩૦/૧૦ ના રોજ  સાંજના સમયે જુલતો પુલ તૂટી પડવાની ઘટના બની હતી અને તે મામલે તાત્કાલિક રાતે જ ફરિયાદ પણ નોંધાઈ ગઈ હતી અને પોલીસ દ્વારા આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સી અને મેનેજમેંટ કરનાર ઓરેવા ગ્રુપના કર્મચારીનો સમાવેશ થયા છે અને અગાઉ પાંચ સહિતના કુલ નવ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે ત્યારે ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવેના વધુ ફર્ધર રિમાન્ડની માંગણી પોલીસે સરકારી વકીલ મારફતે ઉપલી કોર્ટમાં કરી હતી અને રિવિઝન અરજીની પ્રથમ સુનાવણી તા ૯ ના રોજ કરવામાં આવી હતી અને વધુ સુનાવણી શુક્રવારે કરવામાં આવી હતી અને સરકારી વકીલ તેમજ આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટે હાલમાં આરોપીના રિમાન્ડની રિવિઝન અરજીને રદ કરેલ છે






Latest News