અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ચીફ ઓફિસર પાસેથી દસ્તાવેજી પુરાવા લેતા તપાસનીશ અધિકારી


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ચીફ ઓફિસર પાસેથી દસ્તાવેજી પુરાવા લેતા તપાસનીશ અધિકારી 

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંચાઈ છે અને હાલમાં પોલીસ દ્વારા એક પછી એક પાસાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ઝૂલતા પુલની માલિકી મોરબી પાલિકાની છે જેથી કરીને ઝૂલતા પુલની દુર્ઘટનાની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને ત્યાં બોલાવીને તેની પાસેથી કરારને લાગતું તમામ સાહિત્ય કબજે કરવામાં આવેલ છે

મોરબીમા રવિવારે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા છે ત્યારે પુલનું રીનોવેશન કરીને ખુલ્લો મૂકનાર મેનેજમેંટ એજન્સી અને મેંટેનસ એજન્સી સામે ગુનો નોંધીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ચાર આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલને ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ ઓરેવા ગ્રૂપની સાથે જે કરાર કરવામાં આવેલ છે તેના જરૂરી દસ્તાવેજી પુરાવા તેની પાસેથી લેવામાં આવ્યા છે અને તેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને પાલિકાના નિયમ તેમજ જોગવાઈ મુજબ કરાર કરીને આપવામાં આવેલ છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે 




Latest News