મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને કોંગ્રેસના યુવા આગેવાન કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની હાલમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો સહિતના ગ્રામજનો તરફથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના રહેવાસી અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધુ કે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા માટે અને રવિ પાક સમયે તેમજ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવા માટે જ્યારે કેનાલમાં પાણી ન આવતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળે તે હેતુથી અગાઉ કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા અનેક વખત પરિણામ લક્ષી આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતલક્ષી કામગીરી કરનારા યુવા આગેવાનને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે






Latest News