મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસેથી ૪૭૫ લિટર દેશી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો: ૩ ની શોધખોળ


SHARE











મોરબીની લીલાપર ચોકડી પાસેથી ૪૭૫ લિટર દેશી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો: ૩ ની શોધખોળ

મોરબીની લાઇલાપર ચોકડીથી લીલાપર ગામ તરફ જતી કારને રોકીને એલસીબીની ટીમે ચેક કરતા તેમાંથી ૪૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને ૩૧૪૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી નજીકના લીલાપર ગામ પાસે ગોડાઉનમાંથી થોડા સમય પહેલા એલસીબીની ટીમે રેડ કરીને વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડ્યો હતો અને ત્યાર બાદ પણ લીલાપર ગામ પાસે દારૂની હેરાફેરી ચાલુ હોવાની બાતમી મળતા વધુ એક વખત એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી દરમિયાન ૪૭૫ લિટર દેશી દારૂ ભરેલ કાર નંબર જીજે ૧૩ સીસી ૪૭૫૬ મળી આવતા પોલીસે ૯૫૦૦ ની કિંમતનો દેશી દારૂ તેમજ ૩ લાખ રૂપિયાની કિંમતની કાર અને ૫૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩૧૪૫૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે મનોજભાઈ મોહનભાઈ સાગઠીયા (૨૩) રહે ખાટડી ગામ તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અલીભાઈ મામદભાઈ લેજા અને ઇમરાન મહમદભાઈ લેજા રહે. બને કાલિકા પ્લોટ અને ભરતભાઈ શાંતુભાઇ ધાધલ રહે ખાટડી તાલુકો ચોટીલા વાળાના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સાદુરભાઈ હરજીભાઈ કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની વાડીના શેઢે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૩૦૦ લીટર આથો તથા તૈયાર દેશી દારૂ ૬૦ લીટર અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે ૮૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાદુરભાઈ હરજીભાઈ કોળી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News