મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને રવિવારે બાઇક રેલી


SHARE







મોરબી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને રવિવારે બાઇક રેલી

મોરબીમાં મહાત્મા ગાંધી જયંતિના દિવસે પ્રજાને પરેશાન કરતા પીપળી  જેતપર રોડ રસ્તાના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા  બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતું

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા તા. ૨/૧૦ ને રવિવારના ગાંધી જયંતિના દિવસે પીપળી રોડે બાઇક રેલીનુ આયોજન કરેલ છે મોરબીથી ઘાટીલા જેતપર રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ ખરાબ રોડ રસ્તાને કારણે અવાર નવરા ટ્રાફિક જામ અને અકસ્માત  થાય છે જેના કારણે લોકોને પારાવાર પરેશાની ભોગવી પડે છે  અને અકસ્માતના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયેલ છે ત્યારે  આ બિસ્માર રોડ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા અને  નવા બનાવવામાં આવે તે માટે હાલની બહેરી, મુગી અને અંધ સરકારને જગાડવા માટે રામઘન આશ્રમ મહેન્દ્રનગર ગામે પ્રાર્થના સભા કરી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ રેલી પીપળી, રંગપર, બેલા, સાપર, જસમતગઢ, જેતપર, અણીયારી, ખાખરેચી  , વેજલપર અને ઘાટીલા ગામે રેલીને પૂરી કરવામાં આવશે આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોરબી જિલ્લા, શહેર અને તાલુકાના આગેવાનો, કાર્યકરો અને દરેક ફ્ન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર કાર્યકરો જોડાશે તેવું જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે 






Latest News