મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની “માઁ ગરબી” માં ફ્રિ સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ બોલાવતી મહિલાઓ


SHARE











મોરબીની માઁ ગરબી માં ફ્રિ સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ બોલાવતી મહિલાઓ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા ૨૩ વર્ષથી માઁ ગરબી નું આયોજન મોરબી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તેના ભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ કોઈપણ પ્રકારના પાસ વગર માતાજીની ભક્તિ અને આરાધના સાથે ગરબા લેતી હોય છે ખાસ કરીને માઁ ગરબીમાં આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે જેથી અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબાગરબી વિગેરેનું મહત્વ ઘાટતુ જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ગરબીમાં રાસ રજુ કરવા માટે ખુબ જ મેહનત કરવામાં આવતી હોય છે તેમા શંકાને કોઇ સ્થાન નથી શહેરના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા ૨૩ વર્ષથી મોરબી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતની તેની ટીમ દ્વારા માઁ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં દરરોજ ગરબા લેવા માટે આવતી બાળાઓ તેમજ ટ્રેડિશનલ વસ્ત્રો પાસે આવેલા બાળાઓ, યુવતીઓ અને મહિલાઓમાંથી સારા ગરબા લેતા બહેનોને ઈનામ આપીને સન્માનીત તેમજ પ્રોત્સાહિત કરવામાં આવે છે






Latest News