મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વડસર નજીક ટ્રક ચાલકે ઇકોને હડફેટે લેતા ઇજા પામેલ ચાર પૈકીનાં એકનું મોત


SHARE











વાંકાનેરના વડસર નજીક ટ્રક ચાલકે ઇકોને હડફેટે લેતા ઇજા પામેલ ચાર પૈકીનાં એકનું મોત

વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિરથી વડસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ઇકો કાર સાથે ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી ઇકોમાં બેઠેલ ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જેમાં એક યુવાનને વધુ ઈજા થયેલ હોવાથી તેનું સારવારમાં મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ડેશ્વર મંદિરથી વડસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ઇકો નંબર જીજે ૧૩ સીસી ૦૪૬૮ લઈને કાળુભાઈ કેશાભાઈ ચાવડા (૩૫) તેના મિત્ર પ્રશાંતભાઈ મનસુખભાઈ, દશરથભાઈ હકાભાઇ બોયર અને રાહુલભાઈ વાઘાભાઈ કોળી સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૨ ઝેડઝેડ ૫૬૬૩ ના ચાલકે તેના હવાલા વાળો ટ્રક ઇકો કારની સાઈડમાં અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાળુભાઈ કેશાભાઈ ચાવડા સહિત ચારેય વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને તેમાં કાળુભાઈ કેશાભાઈ ચાવડાને વાસા અને છાતીના ભાગે મુંઢ ઇજાઓ થઇ હતી જેથી તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ દીપકભાઈ કેશાભાઈ ચાવડા (૨૮) રહે. વિટકો પોટરી સામે, આંબેડકરનગર-૪ થાનગઢ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પેપર મીલની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ૩૫ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને ૭૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે તેજુ ધીરુભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૧) રહે. ચૂંણી વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂની ભટ્ઠી

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે જીબીના સબ સ્ટેશનની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ ૧૦ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય ભઠ્ઠીના સાધનો મળીને પોલીસે ૭૪૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી અલાઉદ્દીન જાકમભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૭) રહે. ભટ્ટીવાસ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News