મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કેમ્પ યોજાશે 


SHARE







મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કેમ્પ યોજાશે 

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના માટે તા. ૧૪-૦૯-૨૨ થી ૧૬-૦૯-૨૨ સુધી કેમ્પ યોજાશે જેનો લાભ લેવા માટે અધિકારીએ અનુરોધ કરેલ છે

ભારત સરકાર ની ૦ થી ૧૦ વર્ષ સુધીની દિકરીઓ માટેની ખુબ જ લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જે સૌથી સારું વળતર તેમજ દિકરી ને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ, આત્મનિર્ભર બનવા,તેમજ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભો માટેની ઉત્કૃષ્ટ યોજના છે આ યોજનાને ખુબ જ પ્રતિસાદ મળ્યો છે અને છતાં પણ ઘણી જ દિકરીઓ આ યોજનાથી વંચિત રહી જાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તારીખ ૧૪-૦૯-૨૨ થી ૧૬-૦૯-૨૨ ના રોજ ત્રણ દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે 

આ ખાતું ખોલવા માટે કન્યાના જન્મ તારીખ નો દાખલો,વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ કોપી અને વાલી ના પાસપોર્ટ સાઈઝ ના ૨ ફોટોગ્રાફ, અને ૨૫૦ સાથે હાજર રહેવું  અને સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે.તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તો આ કેમ્પ સવારના ૯ થી ૫ દરમ્યાન આંખો દિવસ ચાલું રહેશે. અને કન્યાના ભવિષ્ય માટે અને ઉચ્ચતમ વ્યાજ દર માટે આ સરસ મજાની યોજનાનો મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા અધિકારી જે.આર.રાવલે અખબારી યાદીમાં જણાવેલ છે.






Latest News