મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE







મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન તા. ૧૧ તથા ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું.


આ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં આશરે ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ આ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં વહેંચાયેલ હતી. જેમાં, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગ તથા સાહિત્ય વિભાગની કુલ ૨૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ સ્પર્ધકો તથા સીધી જ જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધામાં જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્પર્ધકોને સર્ટીફીકેટ પણ સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કાલારસિકો ખુબ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા





Latest News