મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ઓહો વિચિત્રમ: હળવદ​​​​​​​ તાલુકાનાં દવા છાંટવાનો પંપ તૂટી જતા બીકના લીધે બાળકી દવા પી જતા સારવારમાં


SHARE











ઓહો વિચિત્રમ: હળવદ તાલુકાનાં દવા છાંટવાનો પંપ તૂટી જતા બીકના લીધે બાળકી દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વાળી વિસ્તારમાં રહેતા મજુર પરિવારની નવ વર્ષની બાળકી દવા પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુના દેવળીયા ગામે ભરતભાઈ બાવલભાઈ અઘારાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની કોમલબેન કાનજીભાઈ આરીવાલ નામની નવ વર્ષની બાળકી ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે કોમલબેનના પિતા અન્ય વાડીએ કામકાજે ગયા હોય અને તેઓ બીજી વાડીએ હોય અને ત્યાં ઝાડ ઉપર લટકાવવામાં આવેલ દવા છાંટવાનો પ્લાસ્ટીકનો પંપ નિચે પડતા તૂટી ગયો હતો અને તેના લીધે તેના પિતા તેને ઠપકો આપશે તે ડરના લીધે કોમલબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન સોસાયટી ઘુંટુ રોડ આઈટીઆઈ પાસે રહેતા સંતોષભાઈ કૈલાશભાઈ મોરી નામનો યુવાન મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે જેસીબીમાં પંચર પડ્યું હોય ટાયર બદલવાનું કામ કરતો હતો ત્યારે તેને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા અનંતભાઈ રાજેન્દ્રભાઈ સિંગ નામનો ૨૭ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને દવાખાને ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવેલ છે.

રફાળેશ્વર ગામે મારામારી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મારામારીના બે બનાવ બન્યા હતા જેમાં રફાળેશ્વરના આંબેડકરનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ હિરજીભાઈ સોલંકી નામના ૪૬ વર્ષના યુવાનને ગામમાં જ મુકેશભાઈ અને વિજયભાઈએ બેસ બોલના ધોકા વડે માર મારતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે રફાળેશ્વર ગામે રહેતા અમૃતાબેન વિપુલભાઈ સોલંકી નામની ૨૭ વર્ષીય મહિલાને ગામમાં રસિકભાઈ અને કોકીલાબેને વાળ પકડીને માર મારતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બંને બનાવવા અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ કરી છે.






Latest News