મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના સમયમાં કરાયો ૧૦થી ૨૦ મિનિટનો ફેરફાર


SHARE







મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના સમયમાં કરાયો ૧૦થી ૨૦ મિનિટનો ફેરફાર

મોરબી-વાંકાનેર વચ્ચે ડેમું ટ્રેન દોડી રહી છે તેના સમયમાં આગામી ૯ ઓગસ્ટથી ૧૦ થી ૨૦ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર-મોરબી વચ્ચે આખા દિવસમાં દોડતી ૬ ડેમુ ટ્રેનના પરિવર્તિત સમય સાથેની માહિતી રેલ્વે વિભાગ દ્વારા મુસાફરો માટે આપવામાં આવી છે

પશ્ચિમ રેલવેએ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ૬ ડેમુ ટ્રેનોના સંચાલનનો સમય ૯ મી ઓગસ્ટથી પરિવર્તિત કર્યો છે. અને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે ૨૨.૧૦ વાગ્યેના બદલે ૧૦ મિનિટ વહેલા એટલે કે ૧૧.૦૦ વાગ્યે ઉપડશે અને મોરબી ૨૨.૪૫ વાગ્યે પહોંચશે તેવી જ રીતે મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે ૬.૦૦ વાગ્યેના બદલે ૧૦ મિનિટ વહેલા એટલે કે ૫.૫૦ વાગ્યે ઉપડશે અને વાંકાનેર ૬.૩૫ વાગ્યે પહોંચશે. ત્યાર બાદ વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી ૭.૧૦ વાગ્યેના બદલે ૧૦ મિનિટ વહેલા એટલે કે ૭ વાગ્યે ઉપડશે અને મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે ૮.૧૦ ના બદલે ૧૫ મિનિટ વહેલી ઉપડશે એટલે કે ૭.૫૫ વાગ્યે ઉપડશે તો વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે ૧૯.૨૦ વાગ્યેના બદલે ૨૦ મિનટ વહેલા એટલે કે ૧૯.૦૦ વાગ્યે ઉપડશે અને  મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી રાત્રે ૨૦.૨૦ વાગ્યેના બદલે ૨૦ મિનિટ વહેલા એટલે કે ૨૦.૦૦  વાગ્યે ઉપડશે અને હવે આ પરિવર્તિત સમય સાથે ટ્રેન દોડશે






Latest News