મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

એક જ પક્ષના બે જૂથની ખેંચતાણ !: વાંકાનેરના લોકો કોની અવળચંડાઈથી રહેશે જન્માષ્ટમીના લોકમેળાથી વંચિત ?


SHARE











એક જ પક્ષના બે જૂથની ખેંચતાણ !: વાંકાનેરના લોકો કોની અવળચંડાઈથી રહેશે જન્માષ્ટમીના લોકમેળાથી વંચિત ?

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળો યોજાશે કે કેમ તેને લઈને હાલમાં અવઢવ શરૂ થઈ ગઈ છે કારણ કે, દર વર્ષે વાંકાનેર પાલિકા વિસ્તારમાં યોજાતો મેળાનું ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને આ વખતે પણ તેવી જ રીતે આયોજન કરવા માટે થઈને અરજી કરવામાં આવી હતી અને બીજા જૂથ દ્વારા પણ મેળાના આયોજનની અરજી કરવામાં આવેલ હોય તે મુદ્દાને લઈને વાંકાનેર પાલિકામાં મળેલ છેલ્લી સભામાં કોઈ યોગ્ય નિર્ણય થઈ શક્યો નથી અને ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે ઊંચી રકમ આપવામાં આવતી હોવા છતાં પણ હજુ સુધી આ મેળાના મેદાન માટે નિર્ણય લેવામાં આવેલ નથી ત્યારે આગામી સમયમાં વાંકાનેરની અંદર જન્માષ્ટમીનો મેળો યોજાશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે


છેલ્લા ઘણા સમયથી લોકો જન્માષ્ટમીના મેળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ સમિતિને વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાંથી થતી સંપૂર્ણ આવક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવના આયોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ વતી રાકેશભાઈ ઝાલા દ્વારા આ મેળાના મેદાન માટે થઈને અરજી કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એનસીપીના પૂર્વ ઉમેદવાર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી

થોડા દિવસો પહેલા વાંકાનેર નગરપાલિકા ખાતે સભા મળી હતી જેમાં આ મેળાના મેદાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે રાકેશભાઈ ઝાલા સભામાં હાજર હતા જોકે સામા પક્ષેથી અરજી કરનારા અમુભાઈ ઠાકરાણી સભામાં હાજર ન હતા અને અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે ૨.૦૫ લાખની ઓફર કરવામાં આવી છે જ્યારે સામા પક્ષેથી ગણેશ મહોત્સવ સમિતિના રાકેશભાઈ ઝાલાએ ૨.૫૫ લાખની ઓફર કરી છે અને સભમાં આ મેદાન ગણેશ મહોત્સવ સમિતિને આપવા માટેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે

તેમ છતાં પણ પાલિકા દ્વારા મેળાનું મેદાન આ સમિતિને આપવા માટે કોઈ ચોક્કસ ફાઈનલ નિર્ણય કરેલ નથી અને હાલમાં આ મુદ્દો પાલિકાની પ્રાદેશિક કચેરીમાં પહોંચ્યો છે અને વાંકાનેરમાં આ વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાશે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે જો કે, રાજકીય દાવ પેચના કારણે છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનેલ છે તેવામાં જન્માષ્ટમીના મેળા સામે પણ રાજકીય દાવ પેચના કારણે મેળાના મેદાનનો પ્રશ્નો ઊભા થયો છે ત્યારે આ મુદ્દાને લઈને હાલમાં વાંકાનેર શહેર અને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે






Latest News