મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રેશનકાર્ડમાં થતી ક્ષતિઓ પછીની કારણ વગરની પીડામાંથી લોકોને મુક્તી કોણ અપાવશે..?


SHARE











મોરબીમાં રેશનકાર્ડમાં થતી ક્ષતિઓ પછીની કારણ વગરની પીડામાંથી લોકોને મુક્તી કોણ અપાવશે..?

રેશનકાર્ડને લોકો પોતાનો ભારતના નાગરિકતાના પુરાવા તેમજ રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ કરતા હોય છે.તો સામાન્ય અને ગરીબ લોકો પોતાના પેટની જઠરાગ્ની ઠારવા માટે સસ્તું અનાજ મેળવા માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ મોરબીમાં એવા ઘણા લોકો છે કે તેને માટે આ રેશનકાર્ડ હેરાન થવાનું કારણ તેમજ ફરજીયાત ખોટા ખર્ચા કરવા પડતા હોવાનું સાધન બની જવા પામેલ છે.હાલમાં મોરબીના લગભગ મોટા ભાગની સસ્તા અનાજની  દુકાનના રેશન કાર્ડમાંથી પરિવારનું કોઈને કોઈ સભ્યનું નામ કે કોઈ આખા પરિવારના નામ કોઈપણ જાતની નામો કમી કરવાની અરજી કર્યા વગર કોઈ અગમ્ય કારણોસર કમી કરવામાં આવેલ છે...!

હાલમાં જયારે લોકોને નોટબાંધી, લોકડાઉન વગેરેમાંથી પસાર થવું પડવાના ના કારણે પોતાના પેટ ના ખાડા ભરવા માટે નોકરી કે કામ ધંધો શોધવા તેમજ મજુરીઓ કરવામાં વ્યવસ્ત છે. લોકો આવકના સ્ત્રોતો ગોતવા માટે દર દર ભડકતા હોય છે.ત્યારે તેઓને એકજ આધાર હોય છે કે સસ્તા અનાજની દુકાને સરકાર તરફથી વ્યક્તિ દીઠ જે સસ્તા  ભાવનું અનાજ મળે છે. તેનાથી તેઓને રાહત મળશે.પરંતુ હાલમાં મોરબીના આવા ઘણા લોકોની આ આશા ઉપર પાણી ફરી વળ્યું છે.કારણકે જે લોકોના નામો વિના કારણ સરકારી અધિકારી-કર્મચારી કે કોઈ અન્યના પાપે નામો કમી થયેલ છે.અને આ નામો ફરીથી પોતાના રેશન કાર્ડ માં ચડાવવા માટે પોતાના કામ ધંધા છોડીને રેસનકાર્ડમાં નામો ચડાવવા માટેની  લાઈનો માં ઉભા રેહવાની ફરજ પડી રહી છે. અને આના માટે વારંવાર ધક્કોઓ પણ ખાવા પડી રહ્યા છે. 

સામે પક્ષે લગત મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોઈ જાતની માનવતા ન દાખવતા લોકોને હેરાન કરવાની નીતિ જાણે કે અખત્યાર કરવામાં આવી રહી હોય તેવું લોકો કહી રહ્યા છે.આ કામ માટેની વિધી સરળ કરવાના બદલે જટિલ કરીને લોકોને પરેશાની વધારવાના નુશ્ખાઓ જાણે કે આચરવામાં આવી રહ્યા હોય તેવું લોકોને અનુભવાય રહ્યું છે, લોકો હતાશ થઇ જાય  છે એક તો કોઈપણ જાતના વાંક ગુના વગર કોઈ કારણ વગર નામો કમી કરનાર સામે કોઈ  જાતની કાર્યવાહી તો થતી નથી. પરંતુ સજા તો ગરીબ લોકોને થઇ રહી છે.જો રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે જેતે સસ્તા અનાજની દુકાને અગાઉથી તારીખ જાહેર કરીને કેમ્પ રાખીને લોકોના નામો ચડાવવાની કામગીરી ત્યાં કરવામાં આવે તેવી માંગણી થયેલ છે. લોકોને નામ ચડાવવામાં અરજી માટે પહેલાથી જ જાણ કરીને જરૂરી દસ્તાવેજો બાબતે સમાજ આપીને સરળતાથી કામ થાય તેવું કરવા પણ માંગણી કરાયેલ છે અને જે નામો વગર અરજીઓ કમી થયેલ છે.તે વગર અરજીએ જ પાછા દાખલ કરવામાં આવે તેવી માંગ અહીંના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કરેલ છે.






Latest News