મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગદ્દાર ઉપર નિશાન ટાંક્યુ, હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીઃ લલીત કગથરા


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનાં કાર્યકરોને કોંગ્રેસ માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી અને તેની સાથોસાથ આગેવાનોએ ભાજપ સરકારની સામે અનેક પ્રહારો કર્યા હતા અને થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ગયેલા ગદ્દર ધારાસભ્ય ઉપર પણ કટાક્ષ કર્યો હતો તેજમ કહ્યુ હતુ કે હું ક્યારે કોંગ્રેસ સાથે ગદ્દારી નહૂ કરુ.

તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં છ કાર્યકારી પ્રમુખ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસમાં આનંદની લાગણી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, હેમાંગભાઇ રાવલ, મહેશભાઇ પરજીયા, નયનભાઇ અઘારા, મહેશભાઇ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી અલ્પેશ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા 

મોરબીમાં રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાઇ હતી ત્યારે ધારાસભ્ય લલતી વસોયા, ઋતેવીજભાઇ મકવાણા, કિરીટભાઇ, પ્રભારી રામકિશન ઓઝા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે તમામ આગેવાનોએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ ત્યારે લલીતભાઈ કગથરાએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય એ ગદ્દારી કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો જોકે હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીં અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સૌરાષ્ટ્ર માટે થઈને ત્રણ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા માટે થઈને આગામી સમયમાં ત્રણેય કાર્યકારી પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે સૌરાષ્ટ્રના ગામો ગામ ની યાત્રા કરવામાં આવશે

વધુમાં તેમને કહ્યુ હતુ કે વર્તમાન સમયની અંદર રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે તે સહિત યુવાનોની બેરોજગારી, ઉદ્યોગોકારોને પડતી મુશ્કેલીઓ, ગૃહીણીઓની મુશ્કેલીઓ આ સહિતના મુદ્દાઓને ઉજાગર કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામલક્ષી કામગીરી કાર્યકારી પ્રમુખ સહિત કોંગ્રેસનો પાયાનો કાર્યકર પણ કરશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી આ સભામાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા






Latest News