મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં વંદે ગુજરાત વિકાસયાત્રા સાથે રોપાઓનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં વંદે ગુજરાત વિકાસયાત્રા સાથે રોપાઓનું વિતરણ કરાયું

હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે.વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે વન વિભાગ દ્વારા રોપા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને વન વિભાગની ટીમ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, મહેમાનો તેમજ નગરજનોને વિવિધ ઔષધિય મહત્વ ધરાવતા રોપા તેમજ અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન સંરક્ષક ચીરાગ અમીન, સામાજિક વનીકરણ રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન શીલુ, ચેર રેન્જ આર.એફ.ઓ. દાફડા, બીટગાર્ડ કે.ડી.બડીયાવદર સહિતના વન વિભાગના અધિકારી/કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વન વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણનો લાભ લઇ પોતાના ઘરની આસપાસ વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો.






Latest News