મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ૪૬ ને ફુલ પગાર- ૧૭ કર્મચારીને બઢતીના ઓર્ડર અપાયા


SHARE







મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ૪૬ ને ફુલ પગાર- ૧૭ કર્મચારીને બઢતીના ઓર્ડર અપાયા

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત હસ્તકના ૪૬ કર્મચારીઓને ફુલ પગારના ઓર્ડર તેમજ ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત હસ્તકના ૪૪ ગ્રામ સેવક તેમજ  ૨ વિસ્તરણ અધિકારીને ફૂલ પગારના ઓર્ડર તેમજ ૧૬ જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્કના  તેમજ ૧ સિનિયર કલાર્કને નાયબ ચીટનીશના બઢતી ઓર્ડર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ તકે ચંદુભાઈ શિહોરાએ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવાતા જણાવ્યું હતું કે, કોઇ પણ અપેક્ષા વગર આપણુ કામ કરવું જોઈએ. કાર્યક્ષમ રીતે સુપેરે કામગીરી કરી અરજદારોના પ્રશ્નોનોનું ઝડપી તેમજ કાયમી ધોરણે નિકાલ કરવા અપીલ કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતના ચેરમેન ચન્દ્રિકાબેન કડિવાર અને કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશિતા મેર, સામાજિક ન્યાય સમિતિના ચેરમન હંસાબેન પારેઘી, આરોગ્ય સમિતિના ચેરમન હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, અગ્રણી સર્વ વાઘજીભાઇ ડાંગરોચા, અશોકભાઈ ચાવડા, યુસુફભાઈ શેરશીયા, ધમેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News