મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમા યોજાયેલ કાવ્ય કળશના કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે કવિ રસની સાથે સરકાર અને વર્તમાન સ્થિતિને આડેહાથે લીધી


SHARE











મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિશ્વ પ્રસિધ્ધ કવિ  કુમાર વિશ્વાસ દ્વારા કવિ રસની સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતી વિષે ટકોર કરી હતી અને તેની સાથોસાથ પ્રેમને લગતી અનેક કવિતાઓ લોકોની સમક્ષ રજુ કરી હતી

મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવારે રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્માચેતન ચર્ચિતસુમન દુબેસુદીપ ભોલાજાની બજરંગી સહિતના કલાકારો હાજર રહ્યા હતા અને દરેક સમાજના શ્રોતાઓ માટે આ કાર્યક્રમમાં વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી હતી જેથી મોટી સંખ્યામાં લોકો શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં હાજર રહ્યા હતા અને કાવ્યરસની મજા માણી હતી આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કવિ ડો. કુમાર વિશ્વાસે દેશમાં થઈ રહેલા દંગાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કટાક્ષ કર્યા હતા અને દેશની વર્તમાન સરકાર તેમજ તત્કાલિન સરકારને પણ કવિની ભાષામાં હાસ્ય રસ સાથે આડે હાથે લીધી હતી 






Latest News