મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં બાજી મારી


SHARE





મોરબીની સાર્થક સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં બાજી મારી

મોરબી જિલ્લા લેવલે યોજાયેલ ખેલ મહાકુંભમાં સાર્થકના સિતારાઓએ સર્વોત્તમ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે. ૩૭ વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ અને ૪ વિદ્યાર્થીઓ હવે સીધા રાજ્ય કક્ષાએ રમશે. જેમા ચેસ ઇવેન્ટ જિલ્લા લેવલે દ્વિતીય ક્રમાંકે ઝાલા દ્રશ્ય (ધો.૬), એથ્લેટીક્સ ઇવેન્ટમાં જિલ્લા લેવલે કવૈયા ધાર્મિક (ધો.૧૧ કોમર્સ) ચક્રફેકમાં પ્રથમ ક્રમાંકે તેમજ તેજ વિદ્યાર્થી ઉંચીકુદમાં પણ તૃતીય ક્રમાંકે આવેલ હતો.આ ઉપરાંત મેણાત ભૂમિ (ધો.૧૧ કોમર્સ) ઊંચીકુદમાં તૃતીય ક્રમાંક પર રહી હતી. જયારે સ્કેટિંગ ઇવેન્ટમાં ૫૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક તેમજ ૧૦૦૦ મીટરમાં દ્વિતીય ક્રમાંકે નારણીયા માનવ (ધો.૯) તેમજ બેડમિન્ટન ઇવેન્ટમાં  દ્વિતીય ક્રમાંકે ચૌહાણ અમુલ (ધો.૧૦), કબડ્ડી ઈવેન્ટમાં ૨ ભાઈઓ અને ૨ બહેનો મોરબી જિલ્લાની ટીમમાં પસંદગી પામેલ હોય તેઓ હવે ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.હેન્ડબોલ ઇવેન્ટમાં ૨૪ બહેનો અને ૯ ભાઈઓ મોરબી જિલ્લાની ટીમમાં પસંદગી પામીને હવે તેઓ ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ઝોન કક્ષાએ દરેક ઇવેન્ટ થઈને ટોટલ ૩૭ વિદ્યાર્થીઓ તેમજ ટોટલ ૪ બાળકોની સીધી રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ છે.  શાળા પરિવાર તરફથી ઝોન કક્ષા તેમજ  રાજ્ય કક્ષા  માટે પસંદગી પામલે દરેક વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.




Latest News