મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે મોડી રાત્રીના સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં વાંકાનેર તાલુકાના પંચાસર ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલા એકસલ સીરામીક પાસે ગત મોડી રાત્રીના દસેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં બાઇક લઇને મોરબી તરફ જઇ રહેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામના વતની એવા એઝાઝ અબ્દુલભાઇ હાલા નામના ૨૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવતા તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો એઝાઝ હાલા નામનો યુવાન કે જે બંધુનગર પાસે આવેલા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામકાજ કરતો હતો અને તે ગત રાત્રીના દસ વાગ્યે બંધુનગર તરફથી મોરબી જવા માટે નીકળ્યો હતો.તે અંગત કામે મોરબી જતો હતો તે દરમિયાનમાં મકનસરના એકસલ સીરામીક પાસે ઉપરોક્ત વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.મૃતક તેનું બાઅક લઇને જતો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થઈ જવાથી આ બનાવ બન્યો છે કે અન્ય કોઈ વાહનના ચાલકે તેને બાઇક સહીત હડફેટે લીધો છે..? તે દિશામાં તપાસ માટે તાલુકા પોલીસે સીસીટીવી ચકાસવા અને આસપાસના લોકોના નિવેદનો લેવા આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મનિષાબેન કેયુરભાઈ વાઘેલા નામની ૪૪ વર્ષીય મહિલા મોટરસાયકલના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા મનિષાબેન વાઘેલાને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના હજનારી ગામના રહેવાસી ગોકળભાઈ દેવજીભાઈ ગામી નામના ૮૪ વર્ષીય વૃદ્ધ મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટી પંચાસર રોડ પાસેથી પગપાળા જતા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ગોકળભાઈ ગામીને સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના રાયધ્રા ગામનો રહેવાસી નવઘણભાઈ સોમાભાઈ ચડાસણીયા નામનો ૪૬ વર્ષીય યુવાન પોતાનું બાઈક લઇને ઘર તરફથી વાડીએ જતો હતો તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત નવઘણભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારની નાગનાથ શેરીમાં રહેતા નમ્રતાબેન સુમિતભાઈ નિમાવત નામની ૩૦ વર્ષીય મહિલા શહેરના મબેન્દ્રડ્રાઇવ રોડ ઉપરથી પગપાળા જતી હતી તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા નમ્રતાબેનને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News