મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ


SHARE











મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ

મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર કામગીરી ચાલી રહી છે અને તે કામમાં અનેક ક્ષતિઓ છે જેને દૂર કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને માંગ કરલે છે

હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે અને અગાઉ નબળું કામ કરવામાં આવ્યું હતું જેથી ખુબ જ ઓછા સમયમાં રોડ તૂટી ગયો હતો અને કામ ફરીથી કરવાની જરૂર પડી છે ત્યારે લોકોના ટેક્ષના રૂપિયાનો બગાડ ન થાય તે માટે હાલમાં ચાલતા કામમાં અત્યારે પણ કામ ખુબ જ નબળી ગુણવતાનું થઇ રહ્યુ છે અને સ્થળ ઉપરના કોન્ટ્રકટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટની નકલ ઉપલબ્ધ ન હતી અને સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું  

હાલમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું તેને નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં ચાલી રહેલું કામ ખુબ જ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું છે અને સિમેન્ટ કોન્ક્રેટને પાણી છાંટવામાં ભયકર બેદરકારી રાખવામા આવી રહી છે જેથી કરીને કામ યોગ્ય રીતે કરવામાં આવે  અને સાઈટ પરના એન્જીનીયર સતત ત્યાં દેખરેખ રાખે અને હાલમાં જે કામ કરવામાં આવેલ છે તેમાંથી સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ શરૂ નહિ કરવામાં આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને  ગાંધી ચિંધ્યા માર્ગો રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News