મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 26 ઢોર ડબ્બે પુરાયા મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન


SHARE







મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન

મોરબી મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય શહેરી આજીવિકા મિશન (GULM)ના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ‘સ્વદેશી મેળો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તા. ૨૮ ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી યોજાશે અને આ મેળામાં નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક કારીગરોની કલા અને સાંસ્કૃતિક પરંપરાઓનો પરિચય કરાવવાની સાથે સ્થાનિક વ્યવસાય અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

આ મેળા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાનું કાલે તા ૨૮ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા તા.૨૮ ઓક્ટોબરના રોજ મરાઠી નૃત્ય કલા, તા.૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ નુક્કડ નાટક, તા.૩૧ ઓક્ટોબરના રોજ હાસ્ય કાર્યક્રમ, તા.૧ નવેમ્બરના રોજ લોકડાયરા, તા.૨ નવેમ્બરના રોજ જાદુગરનો કાર્યક્રમ તથા તા.૩ અને ૪ નવેમ્બરના રોજ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળામાં નાગરિકોને સ્વદેશી ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવશે. સાથે જ લોકકલા, પરંપરાગત સંસ્કૃતિ અને મનોરંજનના કાર્યક્રમો દ્વારા લોકોમાં ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું થશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ સ્વદેશી મેળાની મુલાકાત લેવા તથા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવે છે.




Latest News