મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત


SHARE







મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર પટેલ દ્વારા કચેરીમાં કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે કલેક્ટરને વિસ્તૃત માહિતી આપી હતી.

કલેક્ટરએ કચેરીમાં ઈ-સરકારની કામગીરી ઉપરાંત નોંધણી, ઓડિટ અને ઇન્સ્પેક્શન સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે આવક-જાવક રજિસ્ટર, નોંધણી રજિસ્ટર, યોજનાકીય રજિસ્ટર સહિતના વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી કચેરીની કામગીરીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ કચેરીમાં આવતા અરજદારોને સરળતાથી અને સમયસર સેવાઓ મળી રહે તે રીતે કામગીરી કરવા તેમજ તમામ અરજીઓનો કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય અને સમયમર્યાદામાં નિકાલ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.




Latest News