મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE









ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂર કામ કરતા સુરજ અમરસિંહ યાદવ (27) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની અતુલ સૂર્યભાન યાદવ (26) રહે. હાલ લજાઈ ગામ હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં મૂળ રહે યુપી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ વાય.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે

દવા પી જતાં સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વાંઢ વિસ્તારમાં રહેતા એજાજ જીલાનીભાઈ જામ (20) નામના યુવાને કોઈપણ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

હળવદના રણમલપુર ગામના વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રામજીભાઈ પંડિત (45) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર રાજકોટ તરફથી બાઈક લઈને આવી રહેલ દિનેશભાઈ ટીકુભાઈ (50) રહે. વાલાસણ તાલુકો વાંકાનેર વાળાના બાઇકમાં તેનો દીકરો રવિ દિનેશભાઈ (16) પણ સાથે બેઠેલ હતો ત્યારે રિક્ષાને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પિતા અને પુત્રને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News