મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી


SHARE





ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી

ટંકારાના સરાયા ગામે રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરની અંદર રાખવામાં આવેલ કબાટમાંથી બે તોલાની સોનાની માળા તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.72 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના સરાયા ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (40)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 1/8 ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે રાત્રીના 1:00 વાગ્યા સુધીના સેમીમાં ફરિયાદીના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાની બે તોલાની માળા જેની કિંમત 1,57,000 તથા 15,000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,72,000 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામાનો ભંગ

મોરબીના લાલપર ગામની સીમમાં વાંકાનેર હાઇવે રોડ ઉપર રિજંટા હોટલની પાછળના ભાગમાં આવેલ સેન્સર ચેમ્બરમાં પી.ડી. સ્પા એન્ડ વેલનેસમાં કામ કરતા કર્મચારીઓની વિગત ફોર્મ ભરીને પોલીસ સ્ટેશને આપવામાં આવ્યા ન હતા અને સીસીટીવી કેમેરા પણ જાહેરનામા મુજબના રાખેન હતા જેથી હાલમાં સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ રહે. સનાળા મૂળ રહે વનાળી જિલ્લો બોટાદ વાળાને પકડીને તેની સામે જાહેરનામાનો ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.




Latest News