હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો


SHARE







ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો

ટંકારાના નસીપર ગામ પાસે આવેલ ડેમી -2 ડેમમાંથી નીચેના નદીના પટમાં આવતા ચેકડેમો ભરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આજે ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોને ધારાસભ્ય સહિતના ડેમ સાઈડ ઉપર હાજર રહ્યા હતા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી નદી મારફતે અને ચેકડેમમાંથી  મળી રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોની અંદર પાણીની આવક ચાલી રહી છે તેવામાં જો ટંકારા તાલુકા વિસ્તારની વાત કરીએ તો નસીપર ગામ પાસે આવેલ ડેમી ડેમમાં આજની તારીખે પણ 122 કયુસેક પાણીની આવક ચાલી રહી છે ત્યારે ડેમની નીચે નદીના પટમાં બનાવવામાં આવેલા ચેકડેમો ભરવા માટે થઈને ડેમોમાંથી પાણી છોડવાનું સિંચાઇ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારે 10:00 વાગ્યાથી ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને 514 ક્યુસેક પાણી ડેમી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આજે ડેમમાંથી જ્યારે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે ટંકારાને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ભાજપના આગેવાનો અને ખેડૂતો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા જો કે, નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાનાં નસીપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, આમરણ, ડાયમંડનગર, બેલા તથા જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા






Latest News