મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા


SHARE







મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા

 

મોરબી એલસીબી ટીમ તથા પેરોલ ફર્લોની ટીમ દ્વારા જુદા જુદા ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા ઇસમોને પકડવા ડ્રાઇવ યોજવામાં આવી હતી.જેમાં વાંકાનેરના એનડીપીએસના ગુનાના આરોપી, માળિયાના બાઇક ચોરીના આરોપી અને મોરબી-વાંકાનેર ખાતેના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.

વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા મિંંયાણાના ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ કાળા કલરના નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે નીકળેલા શખ્સને અટકાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં ચોરીના બનાવનો ખુલાસો થયો હતો.હાલ પોલીસ દ્વારા અસ્લમ ઉસ્માન જામ (૨૨) રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે માળીયા મિંયાણાને અટકાવીને પોકેટ કોપ એપ્લિકેશન વડે સર્ચ કરતા તેણે આ બાઈક ચોરી કર્યુ હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ૨૦,૦૦૦ નું બાઈક જપ્ત કર્યુ હતુ.અને બાઈક સાથે મળી આવેલા અસલમ જામની અટકાયત કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

તેમજ વાંકાનેરના એનડીપીએસના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર ઇસમને એલસીબી ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી પડવામાં આવ્યો હતો.મોરબી એલસીબી તથા પેરોસ ફર્લો ટીમ દ્વારા બાતમીના આધારે સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાકભાઈ ઉર્ફે રાજુભાઈ પટણી દેવીપુજક (૩૧) રહે.ગુલાબનગર પાણીના ટાંકા પાસે તા.કડી જી.મહેસાણાની તેના ઘરેથી એનડીપીએસના ગુનામાં ધરપકડ કરીને વાંકાનેર પોલીસ સ્ટેશન હવાલે કરાયો હતો.તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ દારૂના ગુના નાસતા ફરતા ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઇ ગોવાળિયા (૩૩) રહે.ખાટડી તાલુકો ચોટીલા જી.સુરેન્દ્રનગરને પકડીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.

જયારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દારૂ ગુનામાં નાસતા ફરતા ઈસમને પણ મોરબી એલસીબી-પેરોલ ફર્લો ટીમે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે બાતમી આધારે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે વોચ ગોઢવીને ત્યાંથી મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલા સલીમ જુસબ કટિયા (૩૪) રહે.આઝાદ લોજ સામે મચ્છીપીઠ મોરબીને પકડી લીધો હતો.દારૂના ગુનામાં ક્રોસ તપાસ હોય હાલ આગળની કાર્યવાહી અર્થે સલીમ કટીયાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.






Latest News