હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ: બે સામે ફરિયાદ


SHARE







ટંકારામાં આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ: બે સામે ફરિયાદ

ટંકારના લતીપર રોડ ઉપર આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી મહિલા પસાર થઈ રહી હતી ત્યારે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સો પૈકી બાઈકમાં પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ તે બંને બાઇકમાં નાસી ગયા હતા હાલમાં મહિલાના પતિએ 63,900 રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મૂળ કલ્યાણપર ગામના રહેવાસીને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં-5 માં રહેતા જયેશભાઈ અવચરભાઈ વાઘરીયા (41) એ બાઇકમાં આવેલ અજાણ્યા બે શખ્સોની સામે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પત્ની લતીપર ટંકારા રોડ ઉપર આવેલ દયાનંદ હોસ્પિટલ સામે પાણીના ટાંકા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ગળામાં પહેરેલ સોનાનો એક તોલાનો ચેન બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો પૈકીના બાઇકમાં પાછળના ભાગમાં બેઠેલા શખ્સે આંચકી લીધો હતો અને બાઈક ઉપર આવેલ શખ્સો નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં 63,900 ની કિંમતનો ચેન ચીલ ઝડપ કરીને લઈ ગયા હોવાની ભોગ બનેલ મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જેથી હાલમાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી સુધી પહોંચવા માટેની તપાસ હાથ ધરી છે






Latest News