મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબી: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, 2 સામે ફરિયાદ


SHARE







મોરબી: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, 2 સામે ફરિયાદ

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતો યુવાન તે જ વિસ્તારમાં રહેતી યુવતીને ફોનમાં મેસેજ કરતો હતો અને યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ તેને મોબાઈલમાં મેસેજ કરતો હતો જે બાબતે યુવતીએ યુવાનને સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો. જેથી યુવાન તેના બે ભાઈ સાથે ત્યાં ગયો હતો ત્યારે ફોનમાં કરેલા મેસેજ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે યુવતીના ભાઈએ યુવાનને પેટના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી દીધો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલ યુવાન અને તેના બે ભાઈ સહિતના પાંચ ઇજા ગ્રસ્તોને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી આમરણ બાજુ જવાના રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં આસિફભાઇ ઇલિયાસભાઈ દલ (26), હુસેનભાઈ ઈબ્રાહીમભાઇ સાઇચા (29), અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોતા (30), સુલતાનભાઇ અબ્દુલભાઈ સોતા (38) અને હસનભાઈ અબ્દુલભાઈ સોતા (30) રહે. બધા નવી નવલખી વાળાને ઈજા થઈ હોવાથી પાંચેય વ્યક્તિઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોતા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી હત્યના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોતા નામનો યુવાન તે જ વિસ્તારમાં રહેતા આસિફભાઇ ઇલ્યાસભાઈ દલના કૌટુંબિક બહેનના લગ્ન થઈ ગયા છે તો પણ તેને ફોનમાં મેસેજ કરતો હતો જેથી તે યુવતીએ તેના ભાઈ અને પતિને આ બાબતની વાત કરી હતી જેથી મોબાઈલ ફોનમાં મેસેજ કરવા બાબતે સમાધાન કરવા માટે અબ્બાસભાઈને પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો જેથી તે પોતાના બે ભાઈને સાથે લઈ ત્યાં ગયો હતો ત્યારે સમાધાનની વાત વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી આ બનાવમાં સ્થળ ઉપર હાજર રહેલા પાંચેય વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમાં અબ્બાસભાઈ સોતાને પેટના ભાગે તિક્ષણ હથિયાર મારી દેતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું છે.
 
આ બનાવ સંદર્ભે હાલમાં ન્યુ નવલખી ખાતે રહેતા હસનભાઈ અબ્દુલભાઈ સોતા (30)એ આસિફ ઇલ્યાસભાઇ દલ અને હુસેન ઈબ્રાહીમ સાઈચા રહે. બંને ન્યુ નવલખી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ અબ્બાસ સોતા (29)ને તેના કૌટુંબી બનેવી આસિફ દલની બહેન સાથે મેસેજ ફોનમાં વાતચીત થઈ હતી અને તે બાબતનું મનદુઃખ રાખી સમાધાન કરવા માટે થઈને અબ્બાસને બોલાવ્યો હતો જેથી ફરિયાદી અને તેના ભાઈ સુલતાન તથા અબાસ ત્રણેય આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ભનાભાઈ ઉર્ફે શેટ્ટીના કોલસાના ડેલા પાસે ગયા હતા ત્યાં આરોપીઓએ અબ્બાસને ગાળો આપી હતી અને આસિફ દલ દ્વારા છરી વડે હુમલો કરીને અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી હુસેન સાઇચાએ લોખંડના પાઇપથી ફરિયાદીને જમણા ગાલ તથા સાહેદ સુલતાનને ડાબા પગના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી હાલમાં યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો બાંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News