મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ


SHARE





ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ મોમીનનગરની બાજુમાં નવા બનતા બાંધકામની સાઇડ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો યુવાન તેના રૂમમાં હતો ત્યારે એક શખ્સ તેના રૂમમાં આવ્યો હતો અને યુવાનને બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાન અને ત્યાં હાજર રહેલ અન્ય એક વ્યક્તિને ઢીકાપાટુનો માર મારીને યુવાન પાસેથી 7000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં ટંકારા અને કલ્યાણપર રોડ ઉપર આવેલ મોમીનનગરની બાજુમાં નવા બનતા બાંધકામની સાઈટ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અફઝલભાઇ બસીરભાઇ લધાણી (20)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજીસા ઉર્ફે મુન્નો આતંક ફકીર રહે. કલ્યાણપર રોડ ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાની રૂમમાં હતો અને સાહેપણ ત્યાં હાજર હતા ત્યારે આરોપીએ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી અને સાહેને બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને સાહેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 7000 ની લૂંટ કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે લૂંટ સહિતની કલામ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News