મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો


SHARE





ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો

ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 13 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને મોબાઈલ કબ્જે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં ભુરાભાઈ ભરવાડની વાડીની ઓરડીની બાજુમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી 13 બોટલ મળી આવતા પોલીસે 3900 ની કિંમતનો દારૂ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 8,900 ની કિંમતના મુદ્દામાલ સાથે રેલસિં ઉર્ફે મુકેશભાઈ સેકુભાઈ સિંગાડ (38) રહે. હાલ ભૂતકોટડા તાલુકો ટંકારા મૂળ રહે, એમપી વાળાની ધરપકડ કરી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

ગોલાના વેપારી સામે કાર્યવાહી

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વેપારી દ્વારા ટેબલ ખુરશીઓ જાહેરમાં પાથરવામાં આવી હતી જેથી હાલમાં હરિભાઈ ગોલા વાળા નામની ગોલાની લારી ધરાવતા જીગ્નેશભાઈ પ્રેમજીભાઈ સોમાણી (47) રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News