ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકારની ઓળખ આપીને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની આપવામાં આવી હતી તેમજ વિડીયો વાયરલ કરીને બદનામ કરવાની અને ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ યુવાન પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી યુવાને કરેલ ફરિયાદ આધારે પોલીસે કહેવાતા પત્રકાર સહિત બે આરોપીની ધરપકડ કરી હતી અને બંનેના કોર્ટમાથી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં વિશાળ પાંચાણી નામના યુવાનની ઓફિસ આવેલી છે અને ત્યાં બે શખ્સો ઓફિસમાં આવ્યા હતા અને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી અને કહેવાતા પત્રકાર વિશાલ સેજપાલના કહેવાથી કાસમ સુમરા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને તેઓની ઓફિસમાં રહેલ સરકારી લેપટોપના વિડીયો ઉતારીને વિશાલ પાંચાણી તેમજ ઓફિસમાં રહેલા સ્ટાફને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપીને એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી

આટલું  નહીં પરંતુ વિશાલ પાંચાણીને લાફા મારીને તેના પેન્ટના ખીસ્સામાં હાથ નાખીને 5,000 ની લૂંટ કરવાની કોશિશ કરી હતી જેથી મોરબીમાં રહેતા વિશાલભાઈ પાંચાણી (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ સેજપાલગૌતમ મકવાણા અને કાસમ સુમરા સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરીને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેવી માહિતી પીએસઆઈ સી.એસ. સોંદરવા પાસેથી જાણવા મળેલ છે.

આ બનાવ સંદર્ભે ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, વિશાલ સેજપાલ પત્રકાર નથી અને છતાં લોકોની પાસે જઈને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને વિડીયો બનાવીને તેઓને ડરાવી ધમકાવીને સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકવાનું કહીને પૈસા માંગણી કરવામાં આવતી હતી આવા બનાવ મોરબીમાં બનેલ છે જેથી કોઈપણ વ્યક્તિ પાસે પત્રકાર તરીકેની ઓળખ આપીને વિશાલ સેજપાલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોય તો તે ભોગ બનેલ વ્યક્તિઓએ મોરબી પોલીસનો સંપર્ક કરવા માટે અધિકારીએ અપીલ કરી છે.






Latest News