વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ


SHARE













મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરીને તેની લાશને સળગાવી નાખીને હત્યાના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે 7 શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો તે પૈકીના 5 આરોપી પકડાઈ ગયા છે જોકે, પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યો ન હોવાથી સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવા માટેની માંગ કરવામાં આવી છે

મોરબી શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા તાજમમદભાઈ ભટ્ટી (47) નામનો યુવાન ગત તા. 19/2 ના રોજ ગુમ થયો હતો ત્યારબાદ તેની હત્યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોનામના બંધ પડેલા કારખાનાની અંદર જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખીને સળગાવવામાં આવી હતી અને ત્યારબાદ તે ખાડો બૂરી દઈને તેના ઉપર પાકું ધાબું ભરી દેવામાં આવ્યું હતું જેથી પોલીસે જેસીબીની મદદથી સ્થળ ઉપર ખાડો ખોદીને તાજમમદભાઈની બોડીના અવશેષો કબજે કર્યા હતા અને ત્યાર બાદ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને 7 શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને તે પૈકીનાં 5 આરોપીઓને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જો કે, બે આરોપી હજુ પકડવાના બાકી છે તેવામાં મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોરબી કલેકટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને હત્યાના આ ગુનામાં પકડાયેલા પાંચે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે કલેકટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે






Latest News