મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો


SHARE











મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો

મોરબી નાગરિક સહકારી બેંકના 9 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકીના ત્રણ ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે જો કે, 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને સાંજ સુધીમાં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મોરબી નાગરિક બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતી હોય 9 ડિરેક્ટરોની વરણી કરવા માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેમાં 6 જનરલ, 2 મહિલા અનામત અને 1 એસીએસટી અનામત બેઠકનો સમાવેશ થાય છે તે પૈકી બે મહિલા અનામતની સીટમાં જ્યોતિબેન વિરાણી તથા હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે એસસીએસટી અનામત બેઠક ઉપર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ત્યારબાદ જનરલ કેટેગરીમાં જે 6 ડિરેક્ટરોનો સમાવેશ થાય છે તેમાં જુદી જુદી બે પેનલમાંથી કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે જેથી આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરોને ચૂંટવા માટે થઈને ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં બેંકની આ ચૂંટણીમાં જે કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે તે તમામ ભાજપ સાથે જોડાયેલ છે તેમ છતાં પણ જીત માટે બંને પેનલ દોડધામ કરી રહી છે.

વધુમાં ચૂંટણી અધિકારી ડી.એમ.બાવરવા પાસેથી મળતી વિગત પ્રમાણે કુલ મળીને 6,596 જેટલા સભાસદો દ્વારા મતદાન કરીને કુલ 12 ઉમેદવારોમાંથી 6 ડિરેક્ટરોને ચૂંટવામાં આવશે અને સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યાં સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તેમ માટે બંને પક્ષ તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અને આજે મોડી રાત સુધીમાં ચૂંટણીની મતગણતરી પૂર્ણ કરીને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.






Latest News