મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીઓમાંથી 2025 ફૂટ કોપર વાયરની ચોરી


SHARE











ટંકારાના ગજડી ગામે વાડીઓમાંથી 2025 ફૂટ કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીઓમાં ખેડૂતો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પાથરવામાં આવેલ કોપર પટ્ટી કેબલ વાયર આશરે 2025 ફૂટ જેટલો ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 74,925 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવા અંગેની ખેડૂતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા વિનોદભાઈ હીરાભાઈ ડાંગર (50)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ગજડી ગામની સીમમાં અલગ અલગ વાડીઓમાં ફરિયાદી તથા સાહેદો દ્વારા પાથરવામાં આવેલ કોપર પટ્ટી કેબલ વાયરમાંથી 2025 ફૂટ જેટલા કોપર વાયરની ચોરી કરવામાં આવે છે જેવી કિંમત 74,925 જેટલી થાય છે અને આ કોપર વાયરની ચોરી સંદર્ભે હાલમાં ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં આવેલ શુભવિલામાં રહેતા કાસુન્દ્રા વાસુભાઈ મહેન્દ્રભાઈ (24) નામનો યુવાન લાલપર ગામ નજીક આવેલ શ્રીજી સિરામિક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News