મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે તળાવમાંથી સિંચાઇ માટેનું પાણી લેતા ખેડૂતને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE





ટંકારાના સરાયા ગામે તળાવમાંથી સિંચાઇ માટેનું પાણી લેતા ખેડૂતને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના સરાયા ગામે તળાવમાંથી ઈલેક્ટ્રીક મોટર વડે પાણી ખેંચીને ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ કરતા હતા જે તે જ ગામમાં રહેતા શખ્સોને ગમતું ન હતું જેથી ત્રણ શખ્સો ખેડૂતના ખેતરે આવ્યા હતા અને ઈલેક્ટ્રીક મોટર, લાઈન અને વાયર ઉપાડી લેવાનુ કહ્યું હતું અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ખેડૂત દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ ઢેઢી (52)એ હાલમાં કાનાભાઈ લાખાભાઈ ગમારા, વિપુલભાઈ મોતીભાઈ ગમારા અને છગનભાઈ લીંબાભાઈ ગમારા રહે. બધા સરાયા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે સરાયા ગામે ઉપલા કાંઠા નામની તેઓની ખેતીની જમીન આવેલ છે અને તળાવમાંથી મોટર વડે તેઓ સિંચાઈ માટે પાણી ખેંચતા હતા જે આરોપીઓને ગમતું ન હતું જેથી ત્રણેય આરોપીઓ ફરિયાદીના ખેતરે આવ્યા હતા અને ઇલેક્ટ્રીક મોટર, લાઈન તથા વાયર ઉપાડી લેવા માટે કહ્યું હતું અને જેમ ફાવે તેમ ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના રાપર ગામે રહેતા ક્રિષ્નાબેન ધર્મેશભાઈ કાલરીયા (20) નામની યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News