વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન


SHARE











વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત-મેડિસિન મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશેષ ઓનલાઈન સત્રનું આયોજન

સમગ્ર વિશ્વમાં જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક જીવનશૈલીના માધ્યમથી આ રોગને મ્હાત આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન Gujarat State Yog Board ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (YouTube Live) પર વિશેષ ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આધુનિક જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે કેન્સરના જોખમો વધી રહ્યા છે. યોગ વિજ્ઞાન મુજબ, જો શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, તો કેન્સરના કોષો નબળા પડે છે. આ હેતુથી જ યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી ‘સ્વસ્થ ગુજરાત – મેડિસિન મુક્ત ગુજરાત’ ના સંકલ્પને સાકાર કરવા ઓનલાઈન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી કોષોની કાર્યક્ષમતા સુધારવાની સમજૂતી, પાચનશક્તિમાં સુધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ તણાવ અને ચિંતા મુક્ત જીવન માટેનું માર્ગદર્શન તથા કેન્સરના કોષોને રોકવામાં મદદરૂપ એવા શુદ્ધ અને સાત્વિક આહારનું મહત્વ સાહિતની બાબતોને સાંકળી લેવામાં આવશે. આ ઓનલાઈન સત્રમાં સફળતાપૂર્વક જોડાનાર તમામ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

મોરબી જિલ્લાના રસ ધરાવતા નાગરિકોએ https://gsyb.in/ અથવા રજીસ્ટ્રેશન લિંક https://cancer-awareness-camp.vercel.app પર જઈને પોતાનું પંજીકરણ કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે. મોરબીના વધુમાં વધુ નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢી આ અભિયાનમાં જોડાઈને કેન્સર મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News