મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વાલી સેમિનારમાં મનની વાત, અમારા 25,000 થી વધુ હેપી સ્ટુડન્ટ્સ અમારી સાચી મૂડી છે; પી.ડી.કાંજીયા


SHARE











મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વાલી સેમિનારમાં મનની વાત, અમારા 25,000 થી વધુ હેપી સ્ટુડન્ટ્સ અમારી સાચી મૂડી છે; પી.ડી.કાંજીયા

ગત વર્ષે મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ તે અનુસંધાને 25 ડિસેમ્બરના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી તાજેતરમાં એક ભવ્ય અને વિચારપ્રેરક મેગા વાલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના બદલાતા સમયમાં બાળકોના શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી બન્યું છે, તે હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેગા વાલી સેમિનાર ધોરણ અનુસાર બે અલગઅલગ સત્રોમાં યોજાયો હતો.ધોરણ 9 થી કોલેજના વાલીઓ માટે આયોજિત સત્રમાં જાણીતા પ્રેરક વક્તા શૈલેષભાઈ સગપરિયાએ શિક્ષણ, કારકિર્દી ઘડતર, લક્ષ્યનિર્ધારણ, શિસ્ત તથા જીવનમૂલ્યો અંગે વિસ્તૃત અને અસરકારક માર્ગદર્શન આપ્યું. તેમણે વાલીઓને સમજાવ્યું કે માત્ર ગુણ નહીં પરંતુ સંસ્કાર, આત્મવિશ્વાસ અને સાચી દિશા જ બાળકના સફળ ભવિષ્યનો આધાર બને છે. તે જ રીતે KG થી ધોરણ 8 ના વાલીઓ માટે આયોજિત સત્રમાં પ્રેરણાત્મક વક્તા યોગીરાજભાઈ સોનીએ બાળઘડતર, માતાપિતાની જવાબદારી, બાળકના માનસિક વિકાસ અને સંસ્કાર ઘડવામાં પરિવારની ભૂમિકા વિષે સરળ, હૃદયસ્પર્શી અને વ્યવહારુ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. તેમના સંબોધનથી વાલીઓમાં બાળકોને વધુ સારી રીતે સમજવાની અને યોગ્ય દિશામાં ઘડવાની પ્રેરણા મળી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી, જે નવયુગ સંસ્થાપ્રત્યેના વિશ્વાસ અને જોડાણનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. સમગ્ર સેમિનાર શિસ્તબદ્ધ, પરિવારિક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.કાર્યક્રમના અંતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ તથા નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં વાલીઓને સંબોધન કરવામાં આવ્યું હતું પ્રમુખ પી.ડી. કાંજીયાપોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, 26 વર્ષની સફળતા છે એ અમારા વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે. આજે અમારા 25,000 થી વધુ હેપી સ્ટુડન્ટ્સ છે એજ અમારી સાચી સફળતા અને સાચી મૂડી છે જે અમને વધુ કામ કરવા પ્રેરે છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત આ મેગા વાલી સેમિનાર શિક્ષણક્ષેત્રે એક નોંધપાત્ર અને પ્રેરણાદાયી પહેલ સાબિત થયો, જેના કારણે વાલીઓ અને સંસ્થા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.






Latest News