મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૦ ડિસેમ્બરે યોજાશે


SHARE







મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૦ ડિસેમ્બરે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને તા. ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના ૦૨:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવા સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક બાળકોના માતા-પિતાએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવીને સત્વરે જમા કરાવવા. વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/ ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા સુરત મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News