મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ નજીકથી કાર લઈને જઈ રહેલ શખ્સ અગાઉ 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો જે ગુનાની તપાસમાં એ ડિવિઝન પોલીસની ટીમે મુંબઈના એક શખ્સ સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ ગત તા 16/10 ના રોજ પેટ્રોલિંગમા હતી ત્યારે સાવસર પ્લોટ વિસ્તારમાં વેદાંત દાંતની હોસ્પિટલ પાસેથી કાર નંબર જીજે 27 સી 1316 લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી એમડી ડ્રગ્સ 28.780 ગ્રામ મળી આવ્યું હતું જેથી કરીને 2,87,000 ની કિંમતનું ડ્રગ્સ અને કાર તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે 5,35,100 ના મુદામાલ સાથે આરોપી યોગેશ રતિલાલ દસાડીયા રહે. આસોપાલવ સોસાયટી એપલ હાઈટ એપાર્ટમેન્ટ ઘુનડા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એકટની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પહેલા મુંબઈના દહીંસર વિસ્તારમાં રહેતા ચિરાગનું નામ સામે આવ્યું હતું જો કે, હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કરકર અને તેની ટીમે આરોપી રિતેશ વાલમજીભાઈ કાસુન્દ્રા (40) રહે. મહાવીરનગર સોસાયટી દહીસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે ઘુનડા તાલુકો ટંકારા, ચિરાગ મહેન્દ્રભાઈ શાહ (36) રહે. માનારામ મિશ્રા ચાલ રાવલપાડા દહીંસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે. પ્રાતીજ હિંમતનગર અને હિમાંશુ ભરતભાઈ ભરખડા (33) રહે. રાવલપાડા બાલાજીનગર મોતી દેસાઈ ચાલ દહીસર ઇસ્ટ મુંબઈ વાળાની ધરપકડ કરે છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News