સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પાલક ચડીને પ્લાસ્ટર કરતાં સમયે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





ટંકારામાં પાલક ચડીને પ્લાસ્ટર કરતાં સમયે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ-3 ના ગ્રાઉન્ડની બહારના ભાગમાં બે દિવાલ વચ્ચે પાલક ઉપર ઉભા રહીને પ્લાસ્ટર કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન કોઈ કારણોસર દિવાલ મી જતા બે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ-3 ના ગ્રાઉન્ડની બહારના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા લુઈસભાઈ સીરીલભાઈ વસુનીયા (27) નામનો યુવાન શાલીગ્રામ સિગ્નેટ કોમ્પ્લેક્સ લતીપર રોડ ઉપર ગોકુલધામ ખાતે બે દિવાલ વચ્ચે પાલક ઉપર ઉભા રહીને પ્લાસ્ટર કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર દિવાલ નમી જતા બે દીવાલની વચ્ચે દબાઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈ સીરીયલભાઈ વસૂનીયા (35) રહે. હાલ રેલ્વે સ્ટેશન રોડ મીડલ સ્કૂલની બાજુમાં ઝુપડામાં મોરબી મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News