મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસના પાટીયા પાસે અકસ્માત : એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE









મોરબીના નાગડાવાસના પાટીયા પાસે અકસ્માત : એક યુવાનનું મોત, એક સારવારમાં

મોરબી-માળીયા હાઇવે ઉપર નાગડાવાસના પાટીયા પાસે તા.17-9ના વહેલી સવારે ચારેક વાગ્યે અકસ્માત બનાવબનેલ છે. જે બનાવમાં રાજાભાઇ મનુભાઇ કગથરા (ઉ.વ.રપ) અને જયેશ પ્રભુભાઇ ઉકાવા (ઉ.વ.19) ને ઇજા થતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

જયાં ટુંકી સારવાર દરમ્યાન રાજાભાઇ કગથરા (રપ) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-2 નું મોત નિપજયું હતું. જયારે જયેશભાઇ ઉકાવાને સારવારમાં એડમીટ કરાયેલ હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વૃધ્ધ સારવારમાં
રાજકોટ નજીકના કોઠારીયા ગામના લઘુભાઇ સુરાભાઇ હાડગરા (ઉ.વ.70) નામના વૃધ્ધ નેકનામ રોડ ઉપર બાઇક ઉપરથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા તેમજ કચ્છના સામખીયારી ગામે ગાયત્રી મંદિર પાસે બાઇક સ્લીપ થઇ જતા ત્યાં રહેતા લક્ષ્મીબેન જીવાભાઇ પ્રજાપતિ નામના 80 વર્ષના વૃધ્ધાને અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

તેમજ વાંકાનેરના હસનપુર ગામે બ્રીજ ખાતે વાહન અકસ્માતમાં ઇજાઓ થતા જેરામભાઇ દેહુરભાઇ ઉધરેજા (40) રહે. ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.

રાજકોટ ખસેડાયા
માળીયા(મીં)ના હરીપર ગામના સતારભાઇ કાસમભાઇ પાયક (પ1) અને સુભાનભાઇ નુરમામદભાઇ પાયક (પર) સાંજના સાતેક વાગ્યે માળીયા હાઇવે ઉપર શહેનશાહવલીના પાટીયા નજીક બાઇકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાટે લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સતારભાઇને રાજકોટ ખસેડાયા હતા.

જયારે હળવદના રાયધ્રા ગામે રહેતા પ્રવિણભાઇ નવઘણભાઇ નંદેસરીયા નામના રપ વર્ષના યુવાનને ઘર પાસે મારા મારીમાં ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો.

આધેડ મહિલા સારવારમાં
હળવદના ચરાડવા ગામે દેવલીયાના રસ્તે આવેલ સ્વામીનારાયણ મંદિર સામેની શેરીમાં રહેતા ભગવતીબેન પોપટભાઇ લુહાર નામના પ6 વર્ષના આધેડ મહિલા ઘરેથી શાક લેવા જતા હતા ત્યારે ચરાડવા ઉગમણા નાકે બાઇક સ્લીપ થતા ડાબા હાથના કાંડે ફ્રેકચર થતા અત્રેની શિવમ હોસ્પિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

અટકાયત
મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકરએ પશુ અતિક્રમણના ગુનામાં રાજુભાઇ રાભાઇ બાવળીયા કોળી (3પ) રહહે. ધીયાવાડ તા. વાંકાનેરની અટકાયત કરી હતી.






Latest News