મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી


SHARE







હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી

હળવદ જીઆઇડીસી પાસે આવેલ જીનીંગ ફેક્ટરીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનાના ઈલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રિક મોટર સુધી લઈ જવા માટેના 35 થી 40 ફૂટ લંબાઈના 50 જેટલા કેબલ વાયર હતા જેને કાપીને ચોરી કરવામાં આવેલ છે જેથી 1.50 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ ડી.વી.પરખાણી સ્કૂલ પાસે કરાચી કોલોનીમાં રહેતા અમીનભાઈ અલ્લારખાભાઈ કલાડિયા (35)એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ જીઆઇડીસી પાસે વિકાસ જીનીંગ નામની ફેક્ટરી આવેલ છે જેમાં અજાણ્યા બે શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનામાં આવેલ ઇલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રીક મોટર સુધી જતા 35 થી 40 ફૂટ લંબાઈના આશરે 50 જેટલા કેબલ વાયરના ટુકડા કરીને તેની ચોરી કરવામાં આવેલ છે અને લગભગ 1.50 લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News