મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવક અને યુવતીના પરિવારજનને આ બનાવની જાણ કરી છે અને આગળની રાતેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાવેર નામના કારખાનાની લેબર કોલોનીમાં લેબર ક્વાર્ટરની અંદર રહેતા મમતાબેન સાલકરામ ઉઇકે (20) રહે મૂળ સોનાઘાટી મધ્યપ્રદેશ તથા મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (23) રહે. મૂળ નઈગામ મધ્યપ્રદેશ વાળાએ વારાફરતી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની શૈલેષભાઈ લાખાભાઈ ચાવડા (29) રહે. હાલ જુના જાંબુડીયા મોરબી મૂળ રહે. મારુતિનંદન સોસાયટી આંબેડકરનગર-4 થાનગઢ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મમતાબેન અને મહેન્દ્રભાઈ બંને એક જ રૂમની અંદર લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે મનદુખ થયું હતું અને પ્રથમ મમતાબેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ મહેન્દ્રભાઈએ મમતાબેનની લાશને નીચે ઉતારીને મમતાના મોતનું તેને મનોમન લાગી આવતા મહેન્દ્રભાઈએ પણ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે અને આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને યુવતી બંને દસેક દિવસ પહેલા અહીં કામ માટે થઈને આવ્યા હતા અને તે બંને એક જ ક્વાર્ટરની અંદર રહેતા હતા જો કે, તેઓ લગ્ન થયેલ હોવાનો કોઈ પુરાવો મળેલ નથી જેથી આ બનાવની મૃતક યુવક અને યુવતીના પરિવારને જાણ કરતા તેમના પરિવારજનો મોરબી આવવા માટે રવાના થયેલ છે.






Latest News