મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ


SHARE











મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ

મહામુલી જીંદગીને મોતના ખપ્પરમાં હોમાતી બચાવવા માટે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલા મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા સામાજીક કાર્યકરોએ અપીલ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વિગેરેએ કલેકટર તેમજ મહાપાલીકાના કમીશ્નરને લેખીત રજૂઆત કરેલ છે કે, મોરબીમાં મચ્છુ-૩ ડેમ ઉપર અવાર-નવાર નદીમાં ઝંપલાવીને આપધાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે.આ સંદર્ભે મોરબીના જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબી મહાનગરપાલીકા કમીશ્નર તથા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.જો મહાનગરપાલીકા નાલા આડા પતરા મુકી શકતી હોય તો ડેમ ઉપર બનાવેલ પારાપેટ ઉપર પતરા અથવા મયુરપુલની માફક પોલ ગોઠવી તેમાં લોખંડની જાળી અથવા ઉંચી દિવાલ કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકશે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં જતા બચાવી શકાશે.મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ફરીને મનુષ્ય અવતર મળતો નથી.તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા તાત્કાલીક લોખંડની ઝારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આપધાતથી કોઈ બહેન તો કોઈ દીકરી પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે. સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ પુલ ઉપર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News