મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના નવી પીપળી ગામે યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીના નવી પીપળી ગામે યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત 

મોરબીના નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડીયા (42)ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક તેના સંબંધી કિરીટભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ગણેશ પાર્કમાં રહેતા નવીનકુમાર (36) નામનો યુવાન મોરબીના મકસર ગામ પાસે આરટીઓ ઓફિસ નજીકથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને જા થહોવાથી તેને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના લાલપર ગામે રહેતા બાબુભાઈ ભોમાભાઈ ભરવાડ (37) નામનો યુવાન શોભેશ્વર રોડ ઉપરથી બાઈકમાં જઈ રહ્યો હતો દરમિયાન બાઇક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News