માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં 5.57 કરોડના ખર્ચે એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીનો આઇકોનિક રોડ બનશે


SHARE











 

મોરબીમાં 5.57 કરોડના ખર્ચે એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીનો આઇકોનિક રોડ બનશે

મોરબીમાં એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધીના રસ્તાને આઇકોનિક રોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને 5.57 કરોડના ખર્ચે તે કામ કરવામાં આવશે જેથી લોકોને ટ્રાફિક સહિતની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા આલાપ પાર્ક વિસ્તારમાં રોડ મુદ્દે થયેલી રજૂઆતને ધ્યાને લઈને મનપા દ્વારા રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મનપાની સિવિલ શાખા અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા રવાપર ગામે આવેલ એસપી રોડ આસપાસની સોસાયટી, કેનાલ રોડથી લીલાપર રડો સુધી જવા માટે વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ પાર્કથી લીલાપર સુધી જોડતો રોડ આવેલ છે ત્યાં ટ્રાફિકજામની સમસ્યા ખુબ રહે છે જેથી મોરબીના એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધી આઇકોનિક રોડ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જેને કામને સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે જેથી કરીને 5.57 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે. આ આઇકોનિક રોડમાં 1 મીટર ડીવાઇડર વિથ આઇકોનિક સ્ટ્રીટ લાઈટ, રોડની બન્ને સાઈડ 7 મીટરનો કેરેજ વે સ્ટ્રોમ વોટર લાઈન તથા તેમજ દોઢ મીટરની ફૂટપાથ રાખવામા કરવામાં આવશે






Latest News