મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વિડીયો વાઇરલ થયા બાદ કાર્યવાહી !: મોરબીના ગુંગણ ગામે દેશી દારૂની ભઠ્ઠી રેડ, 460 લિટર આથો-15 લિટર દારૂ સાથે 3 પકડાયા


SHARE









વિડીયો વાઇરલ થયા બાદ કાર્યવાહી !: મોરબીના ગુંગણ ગામે દેશી દારૂની ભઠ્ઠી રેડ, 460 લિટર આથો-15 લિટર દારૂ સાથે 3 પકડાયા

મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાયરલ થયો હતો અને ત્યારબાદ તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી ને જે સ્થળનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં રેડ કરીને સ્થળ ઉપરથી 460 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને 13,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગ્રામ્ય વિસ્તારો તથા ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં છૂટથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવા વિડિયો અવારનવાર સામે આવતા હોય છે તેવામાં ગઈકાલે સાંજથી મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળના ભાગમાં આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ દોડતી થઈ હતી અને સ્થળ ઉપર દારૂની રેડ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 460 લિટર આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 13,500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે મહેશભાઈ દિનેશભાઈ સાતોલા (21) અને સિધ્ધરાજભાઈ નાનજીભાઈ દેગામા (31) રહે બંને ગુંગણ તથા શૈલેષભાઈ મનજીભાઈ કુંવરિયા (20) રહે. નવા ધરમપુર વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગાહી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનિય છે કે મોરબીમાં જ્યારે જ્યારે સોશિયલ મીડિયામાં દેશી દારૂના વિડીયો વાયરલ થાય કે સ્ટંટબાજીના વિડીયો વાયરલ થાય ત્યારબાદ પોલીસ તાત્કાલિક દોડતી થાય છે અને કાર્યવાહી કરે છે પરંતુ મૂળ જે કામગીરી તેમને કરવાની હોય છે તે સમયસર શા માટે કરવામાં આવતી નથી અને જે જગ્યા ઉપર દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ચાલે છે ત્યાં જઈને લોકો વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરે ત્યાર પછી જ કેમ દોડે છે તે પણ એક તપાસનો વિષય છે.

10 બીયરના ટીન કબ્જે, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના નવા સાદૂળકા ગામે રહેતા મયુરભાઈ માણસુરિયાના મકાન પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડના કુલ મળીને 10 બિયરના ટીણ મળી આવ્યા હતા જેથી પોલીસે 1,560 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને જો કે, આરોપી મયુરભાઇ ઉર્ફે વીપુલભાઇ મોહનભાઇ માણસુરીયા સ્થળ ઉપર હાજર ણ હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News