મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે બંધ ટ્રકની કેબીન ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE







હળવદના સુખપર પાસે બંધ ટ્રકની કેબીન ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામ પાસે બંધ પડેલા ટ્રકની કેબીન ઉપરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ધ્રાંગધ્રા હળવદ સ્ટેટ હાઇવે ઉપર આવેલ જૂની રામદેવ હોટલ ગ્રાઉન્ડમાં સુખપર ગામ પાસે બંધ પડેલા ટ્રકની કેબીન ઉપરથી નીચે પટકાતા વિષ્ણુભાઈ ઉર્ફે કાલુ બાલચંદ ખટીક (ઉમર 37) રહે બોરાવાસ, રાજસ્થાન વાળાને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની કન્હૈયાલાલ બાલચંદ ખટીક (37) રહે મૂળ રાજસ્થાન વાળાએ હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News